Gujarat

નડિયાદમાં આરપીએફ પોલીસને ગાળોબોલ્યા બાદ પથ્થર મારો કરતા ૪ ફેરિયાઓ સામે ફરિયાદ

નડિયાદ
નડિયાદ રેલવે પોલીસે રાજકોટ કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી નડિયાદ રેલવે સ્ટેશન વચ્ચે પાંચ ફેરીયાઓને પકડી ગતરોજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમા ત્રણ ફેરીયાઓ રાહુલ આનંદભાઈ ગોસાઈ (રહે.મહેમદાવાદ), સુમિત સંતરામ સામત (રહે.નડિયાદ) અને કૈલાશ સીતારામ મરાઠી (રહે.મહેમદાવાદ)એ પોલીસ સાથે ચકમક કરી હતી. આ ઉપરાંત બીજા ફેરીયાઓને પણ ભડકાવતા અને ગાળો બોલતો તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉંચા અવાજે વાત કરી ખરાબ વર્તન કરતા હતા. આ મામલે નડિયાદ આરપીએફ ઓફિસમાં તમામને સોંપવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન અગાઉ લોકપમાં ફેરી કરતાં બે આરોપીઓ જે હતા તેઓને બાજુના ઓફિસમાં લઈ જતા હતા તે વખતે કૈલાશ મરાઠી, રાહુલ ગોસાઈ, સુમિત સામંતે આરપીએફના માણસો સાથે ઉંચા અવાજમાં ગાળો બોલી રાહુલે જાતે જ પોતાનું માથું અરીસા ઉપર પછાડ્યું હતું અને અરીસો તોડી નાખ્યો હતો. આ ઉપરાંત સુમિતે આ અરીસાના કાચના ટુકડા હાથમાં લઇ પોતાની જાતને ઈજા કરી હતી આરપીએફ પોલીસ સ્ટાફના લોકોએ રોકવા જતા તેઓને પણ સામાન્ય ઇજા થઈ હતી. આથી પોલીસને અહીંયા બળ પ્રયોગ કરવો પડ્યો હતો. આ વખતે બહારથી એક ફેરીયો શુભમ મોહનલાલ સેન આરપીએફની કચેરીમાં ધસી જઇ કહેવા લાગેલો કે, મારા ફેરીયાઓને છોડી દો તેમ કહી ગાળો બોલી ધક્કા મૂકી કરી આરપીએફ એએસઆઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઉપરોક્ત કૈલાસ મરાઠી શુભમ સાથે પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને રસ્તા ઉપરથી આ બન્ને લોકો પથ્થર લાવી આરપીએફના માણસોને મારવા લાગ્યા હતા. આથી સમગ્ર મામલે આરપીએફમાં ફરજ બજાવતા એએસઆઈ સંદિપે ઉપરોક્ત ૪ ફેરીયાઓ સામે નડિયાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ટ્રેનમાં અવારનવાર ફેરી કરતા ફેરીયાઓનો ત્રાસ વધ્યો છે. નડિયાદમાં આરપીએફએ ફેરીયાઓ સામે કાર્યવાહી કરી લોકઅપમા રાખતાં બહારથી આવેલો અન્ય ફેરીયાએ પોલીસ સ્ટેશનને માથે લીધું હતું. આ બાદ પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી એક ફેરીયો નાસી પણ ગયો હતો. પોલીસને સામા થતાં આ ફેરીયાઓના પરાક્રમ મામલે નડિયાદ આરપીએફના એએસઆઈએ ૪ ફેરીયાઓ સામે નડિયાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *