અંકલેશ્વર-ભરૂચને જોડાતા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ થયા બાદ વારંવાર ડૂલ થઇ જતા લોકો માટે તંત્રની ચાર દિવસની ચાંદનીનો અહેસાસ કરી રહ્યા છે.ભરૂચ -અંકલેશ્વરને ટ્વિન્સ સીટી અને બૌડાના અર્બન વિસ્તાર રૂપે પ્રસ્થાપિત કરવા નર્મદા મૈયા બ્રિજ પણ સીટી પ્રમાણે લાઈટો ભેદભાવ ના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ભરૂચ તરફ લાઇટો નો ઝગમગાટ ચાલુ થયા ને અત્યાર સુધી એક પણ વાર બંધ થયો નથી. જ્યારે અંકલેશ્વર તરફ બ્રિજના અર્ધા ભાગ થી ભૂતમામાની ડેરી સુધી અનેકવાર બંધ થઇ ચુકી છે જે અંગે સમાચાર આવતા જ તંત્ર દોડતું થઇ જાય છે અને ચાલુ કરે છે. જ્યારે પુનઃ ગણતરી ના દિવસો માં લાઈટો બંધ થઇ જાય છે.
નર્મદા મૈયા બ્રિજના આકર્ષક દેખાવ માં કરોડો રૂપિયાની લાઈટ લગાવી તો છે પણ એ લાઈટો વારંવાર બંધ થઇ રહી છે. ઇજારદાર દ્વારા જરૂરી મેઇન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. બ્રિજ શરુ થયાને માંડ દોઢ વર્ષ પૂર્ણ થયું છે જેમાં અંકલેશ્વર તરફના ભાગમાં લાઈટો માંડ 6 થી 8 મહિના ચાલુ રહી હશે. જ્યારે પણ બંધ થઈ છે. ત્યારે 20 થી 25 દિવસ સુધી લાઈટો બંધ રહેવા પામે છે. અત્રે ઉલ્લેખનીય છે. લાઇટો ના અભાવે આ માર્ગ પર અકસ્માત નું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ લાઈટો અંકલેશ્વર સુધી કરવા માટે પણ એક વર્ગ માગ કરી રહ્યો છે. આ વચ્ચે જેટલી લાઈટ ઉભી કરાઈ છે. એટલી જ હાલ યોગ્ય જાળવણી સાથે ચાલુ રહે એ જરૂરી બન્યું છે.
