નવસારી
આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ફીટ ઈન્ડિયા મુવમેંટના સ્લોગનથી નવસારીના સરેરાશ ૫૫ વર્ષની ઉંમરના સાહસિક સાયકલિસ્ટો બોમી જાગીરદાર (ટાટા હાઈસ્કૂલ આચાર્ય ઉંમર ૫૭), ડો. અજય મોદી (ઉં.વ.૫૭), વિરાફ પીઠાવાલા (ઉ.વ. ૫૭), પરસી સુરતી, શીતલ શાહ, હરીશ ટંડેલ ( ઉં.વ. ૫૭)એ વિશેષ સિદ્ધિ હાંસલકરી ગુજરાત તથા નવસારીનું નામ ગુંજતું કર્યું છે. આ સાયકલિસ્ટો નવસારીથી મનાલી ગયા અને ત્યાંથી સાયકલ ઉપર મનાલીથી વાયા રોહતાંગ થઈ લેહ-લડાખ-ખારડુંગલા સુધીની ૬૦૦ કિ.મી.ની સાયકલિંગ કરી ગુજરાતને ગૈરવ અપાવ્યું છે. આ સાયકલિંગ દરમિયાન મનાલીથી નીકળતા અનેક ઘાટો-પહાડો અને પર્વતોની હારમાળા તે પણ બર્ફીલા અને સુસવાટ મારતી અતિશય ઠંડા પવનો વચ્ચે ઓક્સિજનનું પ્રમાણ જેમ જેમ ઊંચાઈ પર જતાં એ પણ ખુબજ ઘટતું જાય અને એવા સંજાેગોમાં સામે સાયકલિંગ કરવાનું ખુબજ કઠિન અને જાેખમ ભરેલું હતું. નવસારીના તમામ સાયકલિસ્ટો બે મહિના પહેલા નવસારીથી સાપુતારા-આહવા-ડાંગ-ડોન અને વિલ્સન હિલની ચઢાઈ માટે વીકમાં ત્રણ વખત પ્રેકટીસ માટે સાયકલ પર જતાં અને આ પ્રેકટીસને કારણે જ ત્યાં ખુબજ ઓછા ઓક્સિજનના વાતાવરણમાં સાયકલિંગ કરી શક્યાં હોવાનું સાયકલિસ્ટોએ જણાવ્યું હતું. પહાડોમાં સૌથી ઊંચું શિખર હોય એને પાસ કહેતા હોય છે. એવા ૬ પહાડો એટલે કે છ શિખરો નવસારીના સાયકલિસ્ટોએ સર કર્યા, જેમાં રોહતાંગ પાસ ૧૩૦૫૮, બારા લાચલા પાસ ૧૫૯૧૨, નકીલા પાસ ૧૫૫૪૭, લાચુંગલા પાસ ૧૬૬૧૬, તાંગલાંગલાં પાસ ૧૭૪૮૨, ખારડુંગલા ૧૭૯૮૨ (દુનિયાનો બીજા નંબરનો રોડ મોટર બાઈક પાસ) આ રીતે લગભગ સરેરાશ ૧૬૦૦૦ ફીટની ઊંચાઈએ ૬ શિખરો સર કર્યા છે.

