Gujarat

નવસારી જિલ્લામાં ૭ મહિના બાદ ફરી રાત્રિ કફ્ર્યુ લાગુ

નવસારી
નવસારી જિલ્લામાં હાલના દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ભારે વધારો થયો છે. જેમાં પણ નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં તો ખુબ જ વધુ છે. જેને લઈને રાજ્ય સરકારે શુક્રવારે નવસારી-વિજલપોર પાલિકા હદમાં (નવસારી શહેર) પણ ૨૨મી જાન્યુઆરીની રાત્રિથી કર્ફ્‌યૂ મૂકવાનો ર્નિણય લીધો હતો. આ કર્ફ્‌યૂ રાત્રિના ૧૦ કલાકથી સવારે ૬ કલાક સુધી અમલી રહેશે. કર્ફ્‌યૂને લઈને શહેરમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાનો વગેરે રાત્રે ૧૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. હોટેલો પણ રાત્રે ૧૦ સુધી જ ૭૫ ટકાની ક્ષમતા સાથે ચાલુ રખાશે. જાેકે હોમ ડિલિવરી ૨૪ટ૭ ચાલુ રાખી શકાશે. જાેકે નવસારી શહેર સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં કરફ્યૂ રહેશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં જૂન મહિના સુધી નવસારીમાં રાત્રિ કર્ફ્‌યૂ મુકવામાં આવ્યો હતો, બાદમાં ઉઠાવી લેવાયો હતો. ૭ મહિના બાદ પુનઃ કર્ફ્‌યૂ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે શુક્રવારે જે પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં નવસારી જિલ્લાના નવસારી શહેરમાં રાત્રિ કરફ્યૂ મૂકવાની જાહેરાત કરી હતી. જાેકે, સરકારની જ એક યાદીમાં જિલ્લાના બીલીમોરા શહેરમાં પણ રાત્રિ કરફ્યૂ મૂકાશે એમ જણાવ્યું હતું. જેને લઇને ગૂંચવણ પેદા થઇ હતી. જાેકે, સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સરકારનો પરિપત્ર જ આધિકારીક હાલ તો કહી શકાય. જેથી બીલીમોરાને હાલ રાત્રિ કરફ્યૂમાં ગણી ન શકાય.નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો શુક્રવારે પણ જારી રહ્યો હતો અને વધુ ૨૮૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા,જેની સાથે કુલ કેસનો આંક ૧૦૦૦૨ ઉપર પહોંચ્યો હતો.જે નવા કેસો નોંધાયા તેમાં ૧૮ વર્ષ નીચેની વયના ૩૬ વિદ્યાર્થીઓ, ૬૦ વર્ષથી વધુ વયના ૨૯ સિનિયર સિટીઝનો અને ૧૮થી ૬૦ વર્ષ વચ્ચેની વયના ૨૨૦ લોકોનો સમાવેશ થાય છે. કોરોનાની સારવાર લેતા ૧ દર્દીનું મૃત્યુ પણ થયું હતું.નવસારીના ફુવારા વિસ્તારમાં રહેતા એક ૬૫ વર્ષીય સિનિયર સિટીઝનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૨૧ એપ્રિલના રોજ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો.ત્યારબાદ ક્રમશઃ કેસો બહાર આવતા ગયા છે. બીજી લહેરમાં એપ્રિલ-મે ૨૦૨૧માં કેસોમાં ભારે વધારો થયો હતો. બાદમાં હાલ ત્રીજી લહેરમાં કેસો ભારે વધી રહ્યાં છે. જિલ્લામાં ૨૧મી એપ્રિલ ૨૦૨૦ના રોજ પ્રથમ કેસ નોંધાયા બાદ ક્રમશઃ કેસો વધતા રહ્યાં છે. જાેકે સૌથી ઝડપી વધારો હાલની ત્રીજી લહેરમાં જ નોંધાયો છે. જેમાં છેલ્લા ૪ દિવસમાં જ ૧૦૭૧ કેસ બહાર આવ્યાં છે. કેટલાક શહેરોમાં રાત્રિ કરફ્યૂ મૂકવા ઉપરાંત અન્ય કેટલાક અગાઉથી ચાલી આવેલા આંશિક પ્રતિબંધો યથાવત રાખવાનો ર્નિણય સરકારે લીધો છે. જે મુજબ લગ્નની મર્યાદા ખુલ્લામાં ૧૫૦ વ્યક્તિ, અંતિમ વિધિમાં ૧૦૦ વ્યક્તિ લેશે. પબ્લીક પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં ૭૫ ટકા, સિનેમા હોલમાં ૫૦ ટકા, જીમ,વોટરપાર્ક, વાંચનાલયો, ઓડિટોરિયમ સહિતના મનોરંજન સ્થળો ક્ષમતાના ૫૦ ટકા ચાલુ રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *