Gujarat

નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગા યોજનામાં બાળ મજૂરો ના નામ મજૂરી કામમાં બતાવતા કુકરદા ગ્રામ પંચાયતના રોજગાર સેવકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તલાટી અને સરપંચને ફરજમાં બેદરકારી રાખવાની નોટિસ આપી ખુલાસો પૂછાતા ખળભળાટ મચી ગયો છે

નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગા યોજનામાં બાળ મજૂરો ના નામ મજૂરી કામમાં બતાવતા કુકરદા ગ્રામ પંચાયતના રોજગાર સેવકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તલાટી અને સરપંચને ફરજમાં બેદરકારી રાખવાની નોટિસ આપી ખુલાસો પૂછાતા ખળભળાટ મચી ગયો છે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરનાર સરપંચ અને તલાટી ઉપર કાર્યવાહી શરૂ થતા તાલુકાના સરપંચોમાં ફફડાટ
  નસવાડી તાલુકાના કુકરદા ગામની સરવે નંબર 168 માં મનરેગા યોજનામાં ખેતર લેવલીંગ નું કામ કર્યું ન હતું અને મનરેગા યોજનામાં મસ્ટરો નાખી એક લાખ રૂપિયા ઉપરાંત નો ખર્ચ પાડી દેવામાં આવ્યો અને કામના મસ્ટરમાં મજૂરીની યાદીમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ના નામ ઓનલાઇન હાજરીમાં બતાવવામાં આવતા જેની રજૂઆત ગ્રામજનો એ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી જેની તપાસ થતા સદર કામમાં કુકરદા ગ્રામ પંચાયતના રોજગાર સેવક લાલજીભાઈ દામિયાભાઈ ડું ભીલને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકે કર્યો હતો જ્યારે આ મામલામાં સરપંચ ગુનાબેન અંબાલાલ તેમજ તલાટી કમ મંત્રી અનિલ એસ દેસાઈ ફરજ દરમિયાન કામની ચકાસણી કરી નથી તેમ જ જોબકાર્ડ ઈસુ કરતા પહેલા નામોની ચકાસણી કરી નથી અને સરપંચ તલાટી ભેગા મળીને સદર કામમાં ભ્રષ્ટાચાર કરીને કામના નાણાં ચાવ કરવાના ઇરાદે સમગ્ર વહીવટી મંજૂરી વાળી ફાઈલ માં મજૂરોના નામ નાના બાળકોના દર્શાવીને ગંભીર બેદરકારી રાખીને કામગીરી કરતા તેઓને સામે કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને નોટિસ આપીને ખુલાસો માંગેલો છે જયારે સરપંચ અને તલાટી નાયબ જિલ્લા અધિકારી ને જવાબ નહિ આપેતો તેવોની સામે પોલીસ ફરિયાદ પણ થઇ શકે છે જેને લઈને નસવાડી તાલુકામાં મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સરપંચોમાં ફફળાટ વ્યાપી ગયો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220720-183634_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *