નસવાડી તાલુકો ૨૧૨ ગામ ધરાવતો તાલુકો છે આજે પણ કેટલાય ગરીબ પરીવારો ગામડામાં કાચા ઝુંપડા માં રહે છે પરંતુ સરકાર લક્ષી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જેમજેમ આવાસનો લાભ આપવામાં આવ્યો છે તેમ જે તે લાભાર્થીએ આવાસ બનાવી પુરા કર્યા છે ત્યારે નસવાડી તાલુકાના ૩૬૩૬જેટલાં પ્રધાનમંત્રી આવાસ પૂર્ણ થયા છે
વિઓ
આનંદપુરી ગામે પ્રધાનમંત્રી આવાસમાં લાભાર્થીને ગૃહ પ્રવેશ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી એ કરાવ્યો હતો ત્યારે હાજર જીલ્લા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્ર પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ મહામંત્રી અનિલ શાહ આશિષ દલવાડી તેમજ ભાજપના કાર્યકરો અને સરપંચ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા ૧.૩૦ લાખ તેમજ મનરેગા યોજના ની મજૂરીનો લાભ લાભાર્થી ને મળ્યો છે
વર્ષોથી કાચા ઝુંપડામાં રહેતા આનંદપુરીના આદીવાસી પરિવારને આવાસનો લાભ મળતા લાભાર્થીના મુખ પર ખુશી છવાઈ હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


