Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન બજાજ પ્લસર ૨૨૦ સીસી ની મો.સા ઉપર ઈંગ્લીશદારૂની હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા મો.સા. મળી કુલ કિં.રૂ. ૧,૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો

એ.વી કાટકડ ઈંચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ તથા ડી.એન.ચુડાસમા સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ પ્રયત્નશીલ હોય અને જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે દુગ્ધા વિસ્તારમાં પેટ્રોલીંગ હતાં તે દરમ્યાન મોજે કુમેઠા ગામે રોડ ઉપર આવતાં એક શંકાસ્પદ નંબર વગરની કાળા કલરની લાલ કલરના પટ્ટાવાળી બજાજ કંપનીની 220 પલ્સર મો.સા ઉપર એક ઈસમ મિણીયા ઘેલામાં કંઈક વસ્તુ બાંધીને આવતો જણાતાં સદર મો.સા. ના ચાલાકને રોકવાનો પ્રયત્નો કરતાં તે પોતાની મો.સા. ઉભી રાખેલ નહીં અને ભગવા લાગેલ તેનો પીછો કરી મો.સા તેમજ પ્રોહી મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા ૧૩૨,૪૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા સારૂ ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220509-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *