ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી એ.એ. દેસાઈ બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટેશનના અ.હે.કો.ખુમાનભાઈ બનસીંગભાઈ બ.નં.૩૯૪ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક નંબર વગરની સફેદ કલરની ટાટા એસી ઝીપ ફોરવ્હીલ ગાડીની અંદર ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કવાંટ તરફથી ભાખા ગામ તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત હકીકત વાળી ગાડીની મોજે ભાખા ગામે ત્રણ રસ્તા ચોકડી પાસે નાકાબંધી કરી ઈંગ્લીશદારૂ તથા ગાડી તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ સાથે કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૩૪૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી
કરી ધી પ્રોહી કલમ-૬૫એઈ ,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.
*રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર*


