Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા મોજે કડદા ગામે નર્મદા નદી કાંઠેથી ઇગ્લીશદારૂનો જથ્થો બોટ નાવડી સાથે એક ઈસમને પકડી પાડી કુલ કિંમત રૂપીયા- ૩,૦૪,૧૦૦/- નો ગણના પાત્ર  કેશ શોધી કાઢ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી એ.એ. દેસાઈ બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબિશન જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આજરોજ નર્મદા નદી મારફતે મહારાષ્ટ્ર રાજ્યના અડ્ડી ગામના સેલીયાભાઇ દખનીયાભાઇ વસાવા  તથા ઉદેસિંગભાઇ સેલીયાભાઇ પાવરા રહે. હરણખરી તા.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) ના માણસો બોટ (નાવડીમા) ઇગ્લીશદારૂનો જથ્થો લઇને આવનાર છે. તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ   રોજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતાં ઈંગ્લીશદારૂ તથા બોટ/નાવડી સાથે કુલ કિંમત રૂપિયા- ૩,૦૪,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ધી પ્રોહી કલમ-૬૫એઈ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.

IMG-20220228-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *