Gujarat

પત્ની સાથે ઝઘડો થતાં સાળાનું અપહરણ કરી પતિએ લાશ કેનાલમાં નાંખી

અમદાવાદ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ અચાનક ગાયબ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ લાડકો હતો. તે અચાનક ગાયબ થઇ જતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં. પોલીસ અને પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં કોઈ કડી મળે ત્યાં રિયાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. એક દિવસ ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકની લાશ હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે પરિવારને આ વાતની જાણકારી આપી હતી. પરંતુ પરિવારને એમ હતું કે તે રિયાનની લાશ નહીં હોય. પરંતુ વિધિના લેખને કોઈ મિથ્યા કરી શકતું નથી તેમ પોલીસને કેનાલમાંથી મળેલી લાશ આ માસૂમ બાળક રિયાનની હતી. રિયાનની લાશ મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આખો પરિવાર રોકકળ કરી રહ્યો હતો. બીજી તરફ રિયાનના મોત સંદર્ભે તપાસ કરી રહેલ દાણીલીમડા પોલીસને જે જાણવા મળ્યું તે ખૂબ જ આઘાતજનક હતું. રીયાનની એક બહેન જેના લગ્ન થઈ ગયા હતા. તેને અને તેના પતિ વચ્ચે થોડા સમય પહેલા ઝગડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા તેના પતિએ સાળા રીયાનને જ રસ્તામાંથી હટાવી દેવા માટે શેતાની પ્લાન ઘડ્યો હતો. પહેલા રીયાન અચાનક ગાયબ થઈ ગયો અને તેને શોધવા માટે પરિવારે પોસ્ટરો લગાવ્યા ત્યારે આરોપી બનેવીને લાગ્યું કે હવે પકડાઈ જવાશે જેથી તેણે રીયાનને કાયમ માટે મોતના મુખમાં ધકેલી દીધો હતો. તે કોઈને જાણ ન થાય તે માટે રિયાની લાશને કેનાલમાં નાખી આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પાંચ વર્ષનો રિયાન થોડા સમય પહેલાં ગાયબ થઈ ગયો હતો. રિયાનને શોધવા માટે પોલીસ અને પરિવારદનોએ રાત દિવસ એક કરી નાંખ્યા હતાં. પરંતુ રિયાનની લાશ કેનાલમાંથી મળી આવતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કિસ્સામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવતમાં બનેવીએ સાત વર્ષના રિયાનનું પહેલાં અપહરણ કર્યું બાદમાં તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *