Gujarat

સુરતમાં વાળંદ સમાજના સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

સુરત
જાવેદ હબીબ ખૂબ જાણીતા હેર સ્ટાઈલ છે. પરંતુ તેમણે કરેલા કૃત્યને લઈને હજુ પણ વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યું નથી. જાવેદ હબીબે મહિલાના માથામાં થૂંકીને વાળ કાપતા વ્યવસાયની છબી ખરડાશે પ્રકારનું કૃત્ય કર્યું છે. જાહેરમાં આ પ્રકારે કોઇ મહિલાના વાળમાં થૂંકીને વાળ કાપે એવું આજદિન સુધી બન્યું નથી. આ પ્રકારના કૃત્યથી વ્યવસાય ઉપર લાંછન લાગે તે પ્રકારની ઘટના માનવામાં આવી રહી છે. જાવેદ હબીબે કરેલા અક્ષમ્ય અપરાધ અને સજા તેને મળવી જાેઈએ. આશિષ ગાલોરિયાએ જણાવ્યું કે, બ્યુટીપાર્લર એન્ડ સલોનના જાવેદ હબીબ દ્વારા તેના માથા ઉપર થૂંકીને તે નારીશકિત અને અમારા વાળંદ સમાજના શૌરકર્મનું અપમાન કર્યું છે. વાળંદ સમાજના ધર્મગુરૂ શ્રી સેનમહારાજના સ્વરૂપમાં સ્વયં ભગવાન નારાયણને જાે આ ક્ષૌર કર્મને ન્યાય આપવા માટે આ ધરતી ઉપર અવતરવું પડતુ હોય તેવા વ્યવસાયમાં આવા અપમાન જનક કૃત્યો અમે ચલાવી નહી લઈએ . અમારા વાળંદકામ વ્યવસાય સાથે જાેડાયેલ કોઈપણ સમાજની નારીશક્તિના માન સન્માનની રક્ષા કરવી એ અમારી ફરજ છે . અમારા શૌરકર્મ ને પોતાના વ્યવસાયના રૂપે આજીવીકા ચલાવનાર દરેક બહેનો અને દિકરીઓના સન્માન ખાતર આ આવેદન પત્ર આપને અર્પણ કરીએ છીએ અને જાવેદ હબીબના કૃત્યની ઘોર નિંદા કરીએ છીએ.ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર ખાતે થોડા દિવસો અગાઉ જાવેદ હબીબે બ્યુટી પાર્લર અને સલૂનના જાહેર સ્ટેજ ઉપર મહિલા અને વાળ કાપવા સમયે પાણીનો ઉપયોગ કરવાને બદલે મહિલાના માથામાં થૂંકીને વાળ કાપ્યા હતા. ત્યારબાદ તેઓ બોલ્યા હતા કે, પાણી ન હોય તો હું થૂંકીને પણ વાળ કાપી નાખું છું. આ પ્રકારે અપમાન જનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. સુરત શહેરના અલગ-અલગ વાળંદ સમાજના સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જાવેદ હબીબ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

Outrage-at-the-barber-over-the-issue-of-spitting-in-a-womans-hair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *