જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. માર્ચ-૨૦૨૨માં લેવાનાર આ જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે.
હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર:૧૦૮૮ ૨૩૩ ૫૫૦૦તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૬-૩૦ સુધી કાર્યરત રહેશે. તદઉપરાંત જામનગર જિલ્લા કક્ષાએ પણ હેલ્પલાઇન સેન્ટરમાં (૧) શ્રી આર.કે.આણદાણી-કન્ટ્રોલરૂમ અધીકારી નં-૦૨૮૮-૨૫૫૩૩૨૧ (૨) શ્રી એસ.ડી.કચ્છલા નં-૯૭૧૨૦૦૨૭૫૯ (૩) શ્રી એમ.ટી.વ્યાસ નં-૯૮૨૪૫૧૮૧૯૯ (૪) શ્રી કમલેશભાઇ શુકલા નં-૯૯૧૩૭૦૧૭૭૧ (૫) શ્રીકેશુભાઇ ઘેટીયા નં-૯૪૨૭૭૭૪૧૭૩ (૬) શ્રી પી.સી.સુરેજા નં-૯૮૯૮૮૪૭૦૯૬ (૭) શ્રી કમલેશભાઇ વિસાણી નં-૭૬૯૮૦૯૪૧૪૨ (૮) શ્રી વિજયાબેન બોડા નં-૯૪૨૬૯૭૯૯૯૨ (૯) શ્રી સુરભીબેન પંડ્યા નં-૯૭૨૬૭૧૧૮૬૫ (૧૦) શ્રી જયસુખભાઇ ચાવડા નં-૯૮૨૪૨૦૬૨૬૪ કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન સેન્ટરો પરથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓ તા. ૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી માર્ગદર્શન મેળવી શકશે.
આ સાથેઆગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા અન્વયે ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે ૧૦-૩૦ થી ૧૩-૪૫ તથા બપોરે ૧૫-૦૦ થી ૧૮-૩૦ કલાક તેમજ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે ૧૦-૦૦ થી ૧૩-૧૫ કલાક રહેશે. આ પરીક્ષામાં દરેક પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષાર્થીઓએ સમયસર પ્રવેશ મેળવી પોતાને ફાળવેલ પરીક્ષા સ્થળ, બ્લોકઅને બેઠક નંબર જોઇ બેઠક લઇ લેવાની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
