બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી મનુભાઈ એ શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં ધોરણ 10 નું ફારવેલ ફંક્શન યોજાયુ જેમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા ના પ્રમુખ પદે યોજવામાં આવ્યું હતું.સમારંભ માં એજ્યુકેશન સોસાયટી ના સભ્યો નરેન્દ્રભાઇ દવે ,વામનભાઇ સોલંકી તથા રાજેશભાઈ શાહ હાજર રહ્યાં.પ્રિન્સિપાલ રાજેન્દરન તથા કેમ્પસ ડાયરેકટર ચંપકસિંહ પરમાર તથા વિણાબેને બાળકો ને આર્શીવાદ તથા શુભેચ્છાઓ આપી હતી.વિદ્યાર્થી ઓ એ પોતાના સંસ્મરણો રજુ કર્યા હતા.અલ્પાહાર કરી બધા છૂટા પડ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
Attachments area


