Gujarat

     પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ઝંડ હનુમાનજીના મંદિરે અઢી લાખ ઉપરાંત ભકતો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા    

પવિત્ર શ્રાવણ માસ ના પાંચ શનિવાર અને પાંચ રવિવાર તેમજ એક ડઝન ઉપરાંત રજાઓ ને લઈ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દસ લાખ ઉપરાંત હનુમાન ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો
    પાછલા બે વર્ષથી કોરોના મહામારીને લઈ ઝંડ હનુમાનજી ના મંદિરે મેળો યોજાતો ન હતો જેને લઇ પાછલા બે વર્ષથી મેળો મહાલવા ઈચ્છુક યુવાધન ને ચાલુ વર્ષે મેળો યોજાતા મન મૂકીને મેળો માનવાની બેવડી ખુશી મળી હતી અને ગ્રામીણ વિસ્તારમાંથી ગ્રામીણ જનતા સહકુટુંબ મેળો માનવા ઉમટી પડી હતી
જેથી જાંબુઘોડાથી લઈ છેક ઝંડ હનુમાન સુધીના 11 કિ.મી ના રસ્તા ઉપર ઠેર ઠેર માત્ર ને માત્ર માનવ મહેરામણ સિવાય બીજું કાંઈ નજર આવતું ન હતું
    અહીં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ ટપ્પાનું હેડંબા વન ગણાતા અને પર્વતોની હાર માળા વચ્ચે જ્યાં પ્રકૃતિએ મન મૂકીને પોતાનું પ્રાકૃતિક સૌંદર્ય પાથર્યું છે તેવા ઝંડ ગામે આવેલ હનુમાન મંદિર ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અઢી લાખ ઉપરાંત હનુમાન ભક્તો એ હનુમાન દાદા ના તેમજ તેઓના પગ નીચે આવેલ શનિદેવના દર્શનનો લાભ લીધો હતો
      છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધરમેન્દ્ર શર્મા તેમજ નાયબ પોલીસવડા એ વી કાટકર ની સુચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી પી.એસ.આઇ એ.એસ. સરવૈયા તેમજ તેઓની ટીમે  આગલા દિવસ શુક્રવાર થીજ સધન પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી અને શનિવારના રોજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવો ન બને અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે સેકડો પોલીસ જવાનોને કામે લગાડ્યા હતા અને પૂર્વ આયોજન કરી ઝંડ હનુમાન મંદિર ખાતે દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓને અગવડ ના પડે તે માટેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું હતું
       ઝંડ હનુમાન મંદિર ખાતે જતા માર્ગ ઉપર જાંબુઘોડા થી લઈ છેક ઝંડ સુધીમાં પાછલા એક મહિના થી વડોદરા આણંદ હાલોલ તેમજ બોડેલી અને જાંબુઘોડા ના કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા હનુમાન ભક્તો માટે ઠેર ઠેર ભંડારા નું ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું હતું પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ઝંડ હનુમાનજીના મંદિરે અઢી લાખ ઉપરાંત ભકતો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220827-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *