Gujarat

પાટણનો પરિવાર વાડામાં સૂવા જતાં ઘરમાંથી ૧.૯૨ લાખની ચોરી

પાટણ
પાટણનાં સુજનીપુર ગામે રહેતાં મોંઘજી ઉમેદભાઇ ચૌધરી તથા તેમનાં પરિવારજનો બફારાનાં કારણે અને ઘર સાંકડુ હોવાથી ઘરથી થોડે દૂર વાડામાં સુવા ગયા હતા. તેઓએ ઘરને તાળું માર્યું હતું. જ્યારે ઘરનાં સભ્ય ભેંસ દોહવા ઉઠતાં તેમણે ઘરે જઇને જાેતાં તાળા તૂટેલા હોવાનું જણાતાં તેઓ ઘેર દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજાે ખુલ્લો જાેતાં ઘરમાં જઇને જાેયું તો તિજાેરી તેમજ લાકડાનાં કબાટ ખુલ્લા પડ્યા હતા. કબાટનાં ચોરખાનામાંથી ઘરની મહિલાને તેમનાં બાપદાદાએ આપેલા સોના-ચાંદીનાં દાગીના જેમાં સોનાની મગમાળા, સોનાની બુટ્ટી, વીંટી, ચાંદીની ચુડી, પગની સેરો, સોનાનો દોરો, વિગેરે મળી કુલ રૂા. ૧ લાખ ૭૨ હજાર ૮૦૦નાં દાગીના તથા રૂ. ૨૦ હજારની રોકડ મળી કુલ રૂ. ૧ લાખ ૯૨ હજાર ૮૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. જે અંગે મોઘજીભાઇએ સરસ્વતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.પાટણ તાલુકાનાં સુજનીપુર એક મકાનમાંથી તા. ૧૪ કોઇ તસ્કરોએ પ્રવેશ કરીને અંદર તાળાં તોડી લાકડાનાં કબાટમાં મુકેલા રૂ. ૨૦ હજાર રોકડા, તથા રૂ. ૧ લાખ ૭૨ હજાર ૮૦૦ની કિંમતના સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧ લાખ ૯૨ હજાર ૮૦૦ની ચોરી કરી ગયા હતાં. જે અંગે ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *