Gujarat

પાટણમાં સગીરાની છેડતી બાદ છરી મારનારને ઝાડ સાથે ઉંધો લટકાવી માર મરાયો

પાટણ
પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે આ વિદ્યાર્થિની પર ગામના જ શખસે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં ખુબ આક્રોશ જાેવા મળ્યો હતો. ત્યારે આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હોવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ગામલોકોમાં ખુબ આક્રોશ જાેવા મળ્યો હતો. ગ્રામજનોએ આરોપી ઠાકોર જીવણને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી. આરોપીને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. તેમજ આરોપીને કાદવ કીચડમાં નીચે પછાડ્યો હતો. જેના વીડિયો પણ હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વાણા ગામની એક સગિરા પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે વાગદોડ પોલીસ મથકના સગિરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. જેને પગલે અમે તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ગામના લોકોમાં આક્રોશ હતો. ત્યારે આજે એક વીડિયો વાયરલ થયો છે જેમાં આરોપીને મારમારતો હોવાનું જાેવા મળી રહ્યુ છે ત્યારે આમાં જે પણ કસુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીને રસ્તામાં આંતરી તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *