Gujarat

પે.સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલા ખાતે’ એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકોનીવકતૃત્વ સ્પર્ધા યોજાઇ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————– સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા શાળા નંબર ૧ મા તારીખ ૭-૪- ૨૦૨૨ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું .જેમાં કુલ ૧૪  બાળકોએ ભાગ લીધો હતો.’એક ભારત,શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમના શાળાના પોઇન્ટ પર્સન શ્રી શિલ્પાબેન દેસાઈ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર બાળકોને  શિલ્પાબેન દેસાઈ  તેમજ નમ્રતાબેન ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૭ માંથી ઝંઝવાડીયા આદિત્ય, ભાટી વિરસિંગ, જમોડ હર્ષિલ, સુહાગિયા દીપ, ચૌહાણ મહંમદ માહિર ,જાખરા રેહાન, પઠાણ નદીમ, સોલંકી અવધ ,દુદકીયા વિશાલ ,ડાભી દિલીપ તેમજ ધોરણ ૬ માંથી પરમાર જયદીપ, ચૌહાણ વિવેક, ભાલીયા વિજય તેમજ સોલંકી ચિરંજીવી ઓમ આ વિદ્યાર્થીઓએ સ્પર્ધા માંભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ’ એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષય પર ખૂબ જ રસાળ શૈલીમાં સુંદર રજૂઆત કરી હતી અને તેમની ઉત્તમ વકતૃત્વ શક્તિનો પરિચય આપ્યો હતો. જેમાં પ્રથમ ક્રમે સુહાગિયા દીપ ,દ્વિતીય ક્રમે જમોડ હર્ષિલ તેમજ તૃતીય ક્રમે સોલંકી અવધ અને ચૌહાણ મહમદ માહિર વિજેતા ઘોષિત થયેલ. નિર્ણાયક તરીકે ભૂમિકાબેન મહેતા ,હેતલબેન ચોટલીયા તેમજ અલ્પેશભાઈ સીતાપરાએ ઉત્તમ સેવા બજાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા હિતેશભાઈ જોશી, નમ્રતાબેન ભટ્ટ, જયસુખભાઇ જાદવ ,નયનાબેન વાઘેલા ,પ્રવાસી શિક્ષક શ્રી રૂબીનાબેને જહેમત ઉઠાવેલ. શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવે ભાગ લેનાર તમામ બાળકો તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ

IMG-20220407-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *