Gujarat

પોરબંદરના પરિણીત ઈસ્મે ઓનલાઈન પ્રેમમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું

પોરબંદર
પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામે રહેતા ખીમા લખુ ગોઢાણિયા, જે પોતે પરિણીત છે, તેમ છતાં તેણે પોરબંદરમાં એક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં એક મહિના સુધી વાતચીત કરી તેને જાળમાં ફસાવી હતી. બાદ તેને પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલી માનસરોવર હોટલમાં બોલાવ્યા બાદ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એને લીધે સગીરાને આંતરીક ઈજાઓ પહોંચી હતી. જાેકે સમગ્ર ઘટનાને પગલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મની તેમજ પોસ્કો સહિતની કલમ લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હકીકતને ધ્યાનમાં લઈ કમલાબાગ પોલીસે આરોપીને પકડીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ આ કેસમાં હોટલ વિરુદ્ધ પણ કોઈપણ પ્રકારના પુરાવા મળશે તો તેના વિરુદ્ધ પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. મોબાઈલની દુનિયામાં અને એમાં પણ સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી યુવા પેઢી અને તેમનાં માતા-પિતા માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોતાનો હવસ સંતોષવાની લાયમાં નરાધમ આરોપીએ આચરેલા દુષ્કર્મને કારણે હાલમાં તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોરબંદરનો એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી પોરબંદરની સગીરા સાથે પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનવા પામી છે. આરોપીએ એક મહિના સુધી વાતચીત કરી સગીરાને જાળમાં ફસાવી હતી. ત્યાર બાદ હોટલમાં મળવા બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેને પગલે સગીરાને આંતરિક ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલ અને ઈન્ટરનેટનો સદુપયોગ કરવાના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ છે. ઈન્સ્ટાગ્રામ-ફેસબુક તેમજ વ્હોટસેપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ મોજશોખ માટે કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે. ઈન્ટરનેટના યુગમાં વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક લેભાગુ તત્ત્વો તેમના ખરાબ મનસૂબાઓને પાર પાડવા માટે પણ કરતા હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદર જિલ્લામાંથી સામે આવ્યો છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *