Gujarat

પોરબંદરની સર્વેલન્સની ટીમે બાઈક ચોરી કરનાર ઈસ્મને ઝડપી પાડ્યો

પોરબંદર
પોરબંદરના કમલાબાગ સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હોય અને વાહન ચેકીંગની કામગીરી કરતી હતી, તે સમય દરમિયાન છાયા ચોકી તરફથી એક ઈસમ કાળા કલરનું બાઇક લઇને પસાર થયો હતો. તેને રોકાવી પૂછપરછ કરી હતી, ત્યારે તેમની પાસે મોટરસાઈકલના કાગળો અને આધાર પુરાવા ન હતા, જેથી પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટરસાઈકલના રજીસ્ટર નંબર જાેયા હતા, જેમાં માલિકનું નામ જયેશભાઈ બનેસિંહ ગોહિલ ઇન્દિરા નગર કોલોનીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જેથી બાઈક સાથે પકડાયેલની પૂછપરછ કરી હતી. અને આ બાઈક ચોરીનું હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા પેટ્રોલ પંપની પાસે થી સૂતેલા માણસના ખીચા માંથી મોબાઈલ કાઢી લીધો હોવાની પણ કબુલાત આપી હતી. જેથી પોલીસે આ શખ્સ પાસેથી બાઇક સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા કમલાબાગ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *