ભારતીય જળસીમામાં ગત મોડી રાત્રીના બે ઈરાની બોટો ઘુસી આવતા પોરબંદર દરીયાઈ સુરક્ષા એજંસી કોસ્ટ ગાર્ડે બને શંકાસ્પદ બોટોને પકડી પાડી પોરબંદર ઓલવેધર પોર્ટ પર લાવી સઘન તપાસનો ધમધમાટ ચલુ કરી દીધો છે. આ કામગીરીમા એસ.ઓ.જી.,એનસીબી સહીતનીસુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે. અને તેમની મરીન પોલીસ સ્ટેશન નવીબંદર ખાતે એફ.આઈ.આર નોધવામા આવી છે
ગુજરાતના સવેદનશીલ દરિયાઈ સીમા માર્ગ અવાર નવાર નશીલા પદાર્થો દ્રગ્સ જેવા પદાર્થોની દાણચોરી થતી રહે છે અને આવી ગેરકાયદેસર થતી પ્રવ્રુતિને દરિયાઈ સિમા સુરક્ષા પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્રારા પકડી પાડતી હોય છે. કોસ્ટ ગાર્ડની સતર્કતાને કારણે આપણી દરિયાઈ સીમા સુરક્ષીત છે. ત્યારે ગુજરાત અને પોરબંદર હાલ ચોમાસામા દરિયાઈ તોફાની સમુદ્રમા પણ શંકાસ્પદ રીતે બોટ પોરબંદર કોસ્ટગાર્ડ રાત્રીના દરિયાઈ પેટ્રોલિંગમા હતુ ત્યારે ભારતીય જળસીમા મા ગત તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ ઘુસેલી ઈરાની બે બોટ (૧) અખતર અલી ખલાસી નામની બોટમાં જેમા ૬ ખલાસીઓ મા (૧) મહમદ રફીક સ/ઓફ અબ્દુલા ઉ.વ.૫૭ રહે. કુહારક શહેર ઈરાન (૨) ગુલમહમદ સ/ઓફ મલીક્મહમદ ઉ.વ.૪૫ રહે. સાહબાર ઈરાન (૩) શમ્સ સ/ઓફ મહમદ અખતર ઉ.વ.૪૦ રહે. કુહારક શહેર ઈરાન (૪) મેહરાજ સ/ઓફ બદલ ઉ.વ.૨૫ રહે. કુહારક પંજામ તયાબ ઈરાન (૫) તારીક સ/ઓફ પાનડોખ ઉ.વ.૩૦ રહે. કુહારક ઉસ્માની મસ્જીદ ઈરાન તથા (૬) મન્સુર સ/ઓફ હસન ઉ.વ.૪૦ રહે. ચાબહર આઈસ ફેકટરી ઈરાન તથા બોટ (૨) અત્તાહ ખલાસી નામની બોટમાં ૯ ખલાસીઓમા (૧) નુરમહદ સ/ઓ અબ્દુલનબી ઉ.વ.૪૫ રહે. કુનારાક ચાબહર ઈરાન (૨) અનવર સ/ઓ મહમદ ઓમાર ઉ.વ.૪૫ રહે. કુનારાક ઈરાન (૩) મહમદ આરીફ અરબાબી સ/ઓ અનવર અરબાબી ઉ.વ.૨૫ રહે. કુનારાક ઈરાન (૪) કરીમ બક્ષ સ/ઓ જુમા ઉ.વ.૪૫ રહે. કુનારાક ઈરાન (૫) અબ્દુલા સ/ઓ મહમદ ગુલામ ઉ.વ.૪૫ રહે. કુનારાક ઈરાન (૬) મહમદ અલી સ/ઓ સબરૂ ઉ.વ.૪૫ રહે. કુનારાક ઈરાન (૭) નદીમ સ/ઓ મહમદ અસાન ઉ.વ.૩૦ રહે. કુનારાક ઈરાન (૮) બુરાદ સ/ઓ દૂરમહમદ ઉ.વ.૫૦ રહે. કુનારાક ઈરાન (૯) સુબીધ સ/ઓ આજી કે. ઉ.વ.૫૦ રહે. કુનારાક ઈરાન મળી કૂલ ૧૫ ખલાસીઓને ભારતીય સિમા પ્રવેશવાનુ ઉલ્લ્ઘન કરી ગેરકાયદેસર પ્રવેશ કરતા ઈન્ડીયન કોસ્ટગાર્ડ ના ડેપ્યુટી કમાન્ડન્ટ બોર્ડર ઓફીસર મોહીત ગુપ્તા ની ટીમ દ્રારા પકડી પાડી તેમની વિરુધ્ધ માં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન માં ગુ.ર.ન. બી.પાર્ટ ૫૪/૨૦૨૨ તથા ગુ.ર.ન. બી.પાર્ટ ૫૫/૨૦૨૨ મેરીટાઈમ ઝોન ઓફ ઈન્ડીયા એક્ટ ૧૯૮૧ રૂલ્સ ૧૯૮૨ ની કલમ ૩,૭,૧૦,૧૪ તથા ધ ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ ની કલમ ૧૪ એ.એ. મુજબનો ગુન્હો રજિસ્ટર કરેલ
ભારતીય જળ સીમામા ગેરકાયદેસર પ્રવેશ કરી ફિશિંગ કરતી ઈરાની બે બોટ પોરબંદર કોસ્ટ ગાર્ડની શીપે ચોમાસામાં દરિયાઈ તોફાની વાતાવરણમા પણ પડકારરૂપ કામગીરી કરીને ઈરાની બે બોટ અને તેમા રહેલા ૧૫ ખલાસીઓને પકડી પાડી આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલી બને બોટો મા કોઈ સવંદનશીલ નશીલા પદાર્થો છે કે કેમ? તેમજ બોટો તથા ઈરાની ખલાસીઓ દ્રારા દેશ વિરોધી કે બીજી કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવ્રુતિ થયેલ છે કે કેમ ? તે બાબતની તપાસ કરવી આવશ્યક હોય જેથી આ ગુન્હાઓની ઘનિષ્ટ તપાસ થવા સારૂ પોરબંદર એસ.ઓ.જી. પોલીસ ઈન્સસ્પેકટર કે. આઈ.જાડેજા નાઓને સોપવામાં આવતાં આ કામની આગળની સઘન તપાસનો ધમધામ એસ.ઓ.જી પોલીસે ચાલુ કરી દીધો છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

