વંથલી: ગુમ થયેલ પાંચ વર્ષના બાળકને શોધી કાઢતી વંથલી પોલીસ…….
વંથલી:
જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંધ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવી તેજા વાશમશેટ્ટીની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ ખોવાયેલ તથા ગુમ થયેલ બાળકને શોધી કાઢવા અંગે સૂચના કરવામાં આવેલ હોય ત્યારે આજરોજ શાપુર ગામે રહેતા શારદાબેન ચીમનભાઈ વાઢેર પાંચ વર્ષના બાળકને વંથલી પોલીસ સ્ટેશન લાવી જણાવેલ કે એક અજાણ્યા બહેન ચાર દિવસ પહેલા આ નાના બાળકને અમારા ઘરે મૂકી જતા રહેલ છે.અને આ બાળકને પાછા લેવા આવેલ નથી.જેથી આ બાળકને વંથલી પોલીસ સ્ટેશન લાવેલ છું આ બાળકને પૂછતા બાળક સ્પષ્ટ બોલી સક્તું ન હતું જેથી વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.જી.બડવા, પી.એસ.આઇ વી.કે ઉંજીયા તથા એ.એસ.આઇ એન. આર વાઢેર,તથા પોલીસ હેડ. કોન્સ.પી.એસ.શેખવા,પોલીસ કોન્સ,મુળુભાઇ વાંદા,પોલીસ કોન્સ,ખીમાભાઇ ખાંભલા અને પોલીસ કોન્સ,વિક્રમસિંહ જુંજીયા એ રીતના સ્ટાફના માણસોએ ભારે જહેમત ઉઠાવી સોશિયલ મીડિયાના માધ્યમથી તથા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવતા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદાર મનોજભાઈ રસીકભાઇ સોલંકી રહે. જમાલવાડી ખાડિયામાં ધારાગઢ દરવાજાવાળાએ પોતાના માતા તથા તેનું પાંચ વર્ષનું બાળક ગુમ થયા અંગેની અરજી આપેલ હોવાનું જાણવા મળતા જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટાફને નાના બાળકને વંથલી પોલીસ દ્વારા સોંપી આપેલ હતું. આમ ગણતરીના કલાકમાં ગુમ થયેલ પાંચ વર્ષના નાના બાળકને વંથલી પોલીસ દ્વારા શોધી કાઢેલું હતું. આ પ્રશંસનીય કામગીરી વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.જી.બડવા, પી.એસ.આઇ.વી.કે.ઉંજીયા,એ.એસ.આઈ. એન.આર.વાઢેર,પો.હેડ.કોન્સ પી એસ.શેખવા,પો.કોન્સ,મુળુભાઇ વાંદા,પો.કોન્સ ખીમાભાઇ ખાંભલા તથા પો.કોન્સ.વિક્રમસિંહ જુંજીયા વગેરે સ્ટાફના લોકોએ સાથે રહી કરેલ હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


