Gujarat

પ્રેમી સગીરાનું કરી ગયો અપહરણ, આ અંગે પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વડોદરા
‘તમારી છોકરી કોલેજમાં બીજા છોકરાઓ સાથે વાત કરે છે, સમજાવી દેજાે નહીં તો હું ભગાડી જઇશ‘ તેવી સવારે સગીરાના પિતાને ધમકી આપી પ્રેમી સાંજે સગીરાનું અપહરણ કરી ગયો હતો. આ અંગે પિતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા યુવક તેમની સગીર પુત્રીને સવારના કોલેજ ખાતે મૂકવા ગયા હતા. સગીરાને બાજુની સોસાયટી પાસે રહેતા યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ હોવાથી સવારના યુવક સગીરાના ઘેર ગયો હતો અને તેના પિતાને કહ્યું કે, ‘તમારી છોકરી કોલેજમાં બીજા છોકરાઓ સાથે વાત કરે છે, તેને સમજાવી દેજાે નહીં તો ભગાડી લઇ જઇશ.‘ સાંજે કોલેજથી ઘેર આવ્યા બાદ સગીરા ભેદી સંજાેગોમાં ગુમ થઇ હતી. પરિવારે સગાં-સંબંધી તેમજ અન્ય સ્થળે તપાસ કરી પણ પત્તો લાગ્યો ન હતો. સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું કે, ૬ માસ પહેલાં પુત્રીને લઇ આરોપી ફરાર થઇ ગયો હતો. બંને એક દિવસમાં પરત આવતાં ફરિયાદ કરી ન હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *