Gujarat

બગસરાના કુંકાવાવ નાકા વિસ્તારમાં ૮૪ લાખના ખર્ચે રસ્તાનું નિર્માણ થશે

અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ કુંકાવાવ અમરેલી નાકા વિસ્તારમાં પાણી ભરાવવાની મોટી સમસ્યા હતી. જેના કારણે શહેરીજનો અને આસપાસના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરતા. ખાસ કરી ચોમાસામાં વધુ પાણી ભરાતું જેના કારણે કેટલીક વખત તો અવર જવર પણ બંધ કરાતી હતી. જેના કારણે મોટી સમસ્યા સર્જાતી અનેક વાહનો અહીં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવતી સ્થાનિક લોકો દ્વારા કેટલાય દિવસોથી રજુઆત હતી અહીં રોડ બનાવવા માંગ કરી હતી. બગસરા નગરપાલિકા અને પ્રમુખ સહિત સદસ્યોની ટીમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું છે. અહીં આજે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કુંકાવાવ નાકા વિસ્તાર અને અન્ય વિસ્તારના રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ રોડ ૮૪ લાખના ખર્ચે બનાવવામાં આવશે તેવી પાલિકા સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાનો પ્રશ્નન દૂર થશેસૌથી વધુ ચોમાસામાં ગંભીર સમસ્યા સર્જાતી હતી. પાણીનો નિકાલ થાય નહિ અનેક વખત રજૂઆતો બાદ પણ કોઈ ધ્યાન આપતું ન હતુ. આ ખાતમુહૂર્ત કરાયુ છે ઝડપથી કામગીરી યુદ્ધના ધોરણે કરાય તેવી સૌને આશા છે.

The-road-will-be-constructed-at-a-cost-of-Rs-84-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *