Gujarat

બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીએ ધાબા પરથી પડી જીવન ટુંકાવ્યું

પાલનપુર
પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભીલોડાના જતીન કીર્તિભાઈ દરજીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા ઉપરથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. પાલનપુર પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જે પોલીસ તપાસ બાદ સામે આવથે.પાલનપુરની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધાબા પરથી પડતું મૂકી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જાેકે, વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જે પોલીસ તપાસ બાદ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *