Gujarat

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા વેરાવળ થી જુનાગઢ અને રાજકોટ આવવા જવા માટે વિશેષ બસની વ્યવસ્થા ઊભી કરાઇ

ગિરગઢડા
  ભરત ગંગદેવ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સાથે સંકલન કરીને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ જે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા અન્વય જુનાગઢ અથવા રાજકોટ જવાના હોય તેમની સરળ પરિવહન વ્યવસ્થા માટે પરીક્ષા ના દિવસે 24 એપ્રિલે જુનાગઢ અને રાજકોટ સુધી એસટી બસોની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જે બસનું બુકીંગ એસ.ટી.નિગમ ની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી પરીક્ષાર્થીઓ ઓનલાઇન માધ્યમથી કરી શકશે.
24 એપ્રિલ ના રોજ વેરાવળ થી રાજકોટ જવા માટે બસ નો સમય સવાર ના  4:15, 4:30, 4:45, 5:00, 5:20, 5:30 રાખવામાં આવ્યો છે. વેરાવળ થી જૂનાગઢ જતા પરીક્ષાર્થીઓ માટે સવારે 5:35 અને 5:45 વાગ્યે બસ રવાના થશે.
આ ઉપરાંત પરીક્ષાઓ પૂર્ણ કરી અને રાજકોટ થી વેરાવળ આવી રહેલ વિદ્યાર્થીઓ માટે બપોરે 13:45, 13:50, 14:00, 14:05, 14:10, 14:15 ના સમયે બસો રાજકોટ થી વેરાવળ રવાના થશે. જે વળતી વખતે જૂનાગઢથી પરીક્ષાર્થીઓને પિકપ કરશે. પરીક્ષાર્થીઓને હાલાકી ન પડે અને અન્ય મુસાફરોની પણ સુવિધા સચવાય તેના માટે રાજ્ય સરકાર અને પરિવહન નિગમ દ્વારા સંવેદનશીલ અભિગમ રાખીને આ વ્યવસ્થા ઊભી કરાઇ છે.

IMG-20220422-WA0583.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *