બિલખાના થુંબાળા ગામે રહેતી ૨૦ વર્ષિય યુવતી તા.૧/૭/૨૦૨૨ને રાત્રીના ૧૧ થી ૫ વાગ્યા સુધી પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૯ ફુટ, બાધો મધ્યમ અને રંગ ગોરો છે. તેમણે દુધીયા કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા બિલખા પોલીસે જણાવ્યું છે.
