Gujarat

જૂનાગઢ કિસાન સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું.

સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢ જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જુનાગઢ કલેકટર કચેરી ખાતે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૂજરાત રાજયના મુખ્ય મંત્રીને સંબોધીનને આપેલ આવેદનપત્રમા વિવિધ માંગણીઓ સાથે જણાવવામા આવ્યું હતું કે ખેડૂતોને ખેતી વિજ મીટર મરજિયાત કરવામાં આવે અને સમાન વિજદર કરવાં માંગ કરવામાં આવી હતી તેમજ એકને ખોળ અને બીજાને ગોળ એવી બે ધારી નીતી સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. ખેડૂતોને અપાતા વિજ બીલમા અનેક ચાર્જ લગાવવામાં આવે છે પાણી ન હોય તો પણ બંધ બીલ ચાર્જ સાથે આપે છે તેમજ વિજ કંપની તરફથી પડતી અનેક મુશ્કેલીઓનું સમાધાન કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  બીજા ધણા પૃશ્રનો ને લઈ આવેદનપત્ર કલેકટર સાહેબને સુપ્રત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમા રાષ્ટ્રીય કારોબારી સદસય શ્રી વિઠલભાઇ દુધાત્રા પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોળીયા જીલ્લા પ્રમુખ ગોવિદંભાઇ ચોચા મંત્રી રાજેશભાઇ બુહા મનજીભાઇ, દિલીપભાઇ, ગોપાલભાઇ, રાજેશભાઇ, દિનેશ ભાઈ, ધનજીભાઈ, જશુભાઈ, જે કે કાગડા, ભાવેશભાઇ, આવા અનેક કાર્યકર્તા અને ખેડૂતોની  ઉપસ્થિતમાં ધરણાં પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી  કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

IMG_20220704_181734.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *