Gujarat

બીએસએનએલના એક્સચેન્જમાંથી બેટરી ચોરનાર ૧ ઈસ્મની ધરપકડ

ગાંધીનગર
ગાંધીનગરના લવારપુર સ્થિત બીએસએનએલના એક્સચેન્જમાંથી ૩ મહિના પહેલાં ૨૪ બેટરીની ચોરી થયા બાદ ૨ દિવસ પહેલાં ફરીથી બેટરીઓ ચોરાઈ હતી. ડભોડા પોલીસે બેટરી ચોરનારા આરોપીને ઝડપી લીધો હતો જ્યારે ૨ આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે આરોપી પાસેથી ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લવારપુરના બીએસએનએલના એક્સચેન્જમાંથી ૨૪ બેટરીની ચોરી થતાં ડભોડા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પીએસઆઇ એ. એ. વછેટાની ટીમે બેટરી ચોરનારો શખસ અમદાવાદ વેચવા જતાં હોવાની બાતમીના આધારે પાલજ બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો. ગણેશ બાલુરામ ગુર્જર (રહે. ચિલોડા મોટા. મૂળ રહે, રાજસ્થાન)એ જ ૩ મહિના પહેલાં પણ બેટરી ચોરી હતી. પોલીસે ૨૪ બેટરી, બાઇક, મોબાઇલ સહિત રૂ. ૪૧૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય ૨ સાગરીત નારાયણ બાલુજી ગુર્જર (રહે. ભીલવાડા, રાજસ્થાન) અને ઇશ્વર વન્નારામ ગુર્જર (રહે. રાજસમંદ, રાજસ્થાન) હજુ ફરાર છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *