મહિલાઓ ને માટે હંમેશા કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનમાં બોટાદના ગઢડા તાલુકાના એક ગામમાંથી મહિલા એ ૧૮૧મા કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સેલર જલ્પા બેન પરમાર કોન્સ્ટેબલ કણઝરીયા પાયલબેન તથા પાયલોટ ઝાલા કુલદીપભાઈ સહિતની ટીમ મહિલાની મદદ એ દોડી ગયા હતા. કાઉન્સેલરે મદદની પૂરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા અને શંતાનમાં 2 બાળકો છે.તેમના પતિ બીમાર રહેતા હોય તેથી કઈ કામકાજ કરી શકતા નથી તો મહિલા વાડીમાં મજુરી કામ કરે છે તો તેમના પતિ ચરિત્ર ઉપર શંકા કરી અને ઝગડો તેણીને ઘરમાંથી કાઢી મૂકેલ આથી પોતાના પિયરમાં આવી ગઈ હતી.અને તને નથી જોઈતી તેમ કહી દીકરો તેમના પતિ જબરજસ્તી લઈ ગઈ અને આપવાની ના પાડે છે મહિલાએ પોતાની હકીકત વર્ણન કરતા અભયમ ટીમ મહિલાને લઈ તેમના ઘરે પહોંચ્યા જ્યાં મહિલાના પતિ અને સાસુ -સસરા હાજર હતા તેમનું કાઉન્સેલિંગ કરી માતાને તેનું બાળક સોંપી દેવા સમજાવેલ અને મહિલાના પાતીએ બાળક સોંપી દીધું અને મહિલાનું તેમના બાળક સાથે મિલન થતાં માતાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા અને અભયમ ટીમનો આભાર માનેલ હતો.
આ તરફ અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરતા પતીએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી. ત્યારબાદ બન્નેને યોગ્ય સલાહ -સૂચન અને કાયદાકીય માર્ગદર્શન આપેલ અને બન્ને પતિ -પત્ની સમાધાન માટે તૈયાર થયા હતા. અને બન્ને શાંતિ થી જીવન જીવશે તેમ જણાવેલ આમ અભયમ ટીમે એક માતાનું તેના બાળક સાથે મિલન કરાવાની સાથે દંપત્તિના સુખી જીવન માટે સમાધાન કરવા માટે પણ તૈયાર કર્યા હતા.
તસવીરઃવિપુલ લુહાર


