Gujarat

બોડેલી  અલીપુરા ચાર રસ્તા પાસે હરખલી કોતર નું પાણી તેમજ ખુલ્લી ગટરોનું ગંદુ પાણી ને લઈ ગંદકીનું સામ્રાજ્ય  દુર્ગંધ મારતા પાણીથી લોકોને પડતી હાલાકી       

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ અલીપુરા ચાર રસ્તા પાસે દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલ આ કોતરમાં ગંદુ પાણી તેમજ તેમાં નાખવામાં આવતો ઘન કચરો અહીંથી પસાર થતાં રાહદારીઓ માટે માંદગી નોતરે તેટલી હદે દુર્ગંધ મારે છે
       બોડેલી નગરના હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા વિસ્તાર માંથી પસાર થતું હરખલી કોતર નું પાણી તેમજ ગટરોનું પાણી રોકાઈ રહેતા આ હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા વિસ્તારમાંથી રોજે રોજ હજારોની સંખ્યામાં અવરજવર કરતા રાહદારીઓ ને આ દુર્ગધ ને લઇ અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે અહીંથી પસાર થતાં તમામ નાગરિકો ને આ દુર્ગધ મારતા કોતર ના રોકાયેલા પાણી તેમજ ગટર ના પાણી ને લઈ અવશ્ય નાક ઉપર રૂમાલ કે હાથ વડે નાક દબાવી પસાર થવું પડે છે જેથી અહીં ભયંકર બીમારી ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે
 પાણી એટલું બધું દુર્ગંધ મારી રહ્યું છે કે દૂર દૂર સુધી કચરો અને પાણી દુર્ગંધ મારી રહ્યું છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ખૂબ મુશ્કેલી વેટવાનો વારો આવી રહ્યો છે અલીપુરા ચોકડી પરજ આવી ગંદકી થતા અહીંથી પસાર થતા લોકોને વાહન ચાલકો જોડાઈ રહ્યા છે કે વહેલી તકે આ પાણીના ઉપર સ્લેબ ભરવામાં આવે અને એક કુંડી બનાવવામાં આવે જેથી કરીને પાણી દુર્ગંધ મારતું અટકી જાય અને રોગચાળો પણ ન ફેલાઈ તેમ વાહન ચાલકો અને ત્યાંના નાગરિકો જણાઈ રહ્યા છે બોડેલી નગરના હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા પાસે હરખલી કોતર નું પાણી તેમજ ખુલ્લી ગટરોનું ગંદુ પાણી ને લઈ ગંદકીનું સામ્રાજ્ય દુર્ગંધ મારતા પાણીથી લોકોને પડતી હાલાકી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20221120145453.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *