Gujarat

બોડેલી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષતામાં ચોજાયો

બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષતામાં ચોજાયો જેમા પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવા,લોકસભા પ્રમુખ ડો.કેતુલ રાઠવા,જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત,નરહરિભાઈ પટેલ,રંજનભાઈ તડવી,રિઝવાન સોની સહિત છોટાઉદેપુર તથા હાલોલ અને આસપાસના તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા .વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે તેવામાં દરેક પક્ષ પોતાના સંગઠનને મજબૂત કરવા ઉપરથી મળેલ સૂચના અનુસાર કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમા સરકાર બનવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી છે તેવામાં આજે બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું  આગામી વિધાન સભામાં ગુજરાત મા આપ ની સરકાર બને તે માટે અત્યાર થી જ મહેનત કરવી પડશે આ પ્રસંગે છોટાઉદેપુર તેમજ હાલોલ જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સાથેજ ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ કિશન ભાઈ તેમના સાથી મિત્રોને લઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220721-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *