Gujarat

બોડેલી છોટા ઉદેપુર રેલવે ફાટક નજીક માં ટ્રક ખોટકાતા હાઇવે પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો

બોડેલી ફાટક પાસે ફાટકના કારણે ટ્રાફિકજામ થતા મુખ્યમંત્રીનો કાફલો પણ અટકી પડ્યો હતો. અને બોડેલીમાં રેલવે ફાટક ઉપર નવો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. જે વાતને આજે 4 વર્ષ જેવો સમય થઇ ગયો પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોય રેલવે ઓવરબ્રીજ ક્યારે બનશે  તેવાવાહનચાલકો અનેક સવાલો ઉઠી રહ્યા છે
બોડેલી છોટાઉદેપુર રોડ પર આવેલી રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે જેને લઇને વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે
   બોડેલી છોટા ઉદેપુર રોડ પર આજે સવાર 8.30 વાગે   હાઇવે પર ફાટક પાસે હાઇવા ટ્રક માં  ખામી સર્જાતા રોડ વચ્ચે બંધ પડી ગઈ હતી તેના કારણે દુર સુઘી વાહનો ટ્રાફીક માં ફસાઈ ગયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 3 વર્ષ અગાઉ મુખ્યમંત્રી બાય રોડ કારમાં બેસીને બોડેલીથી છોટાઉદેપુર આવ્યા હતા. જે સમયે બોડેલી ફાટક પાસે ફાટકના કારણે ટ્રાફિકજામ થતા મુખ્યમંત્રીનો કાફલો પણ અટકી પડ્યો હતો. અને બોડેલીમાં રેલવે ફાટક ઉપર નવો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. જે વાતને આજે 4 વર્ષ જેવો સમય થઇ ગયો પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220522-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *