રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નામાંકિત પત્રકાર છેલ્લા ૪૦ વર્ષથી પત્રકાર જગતમાં નામના મેળવનાર શેઠ એમ આર હાઈસ્કૂલ કઠલાલ ના શિક્ષક એવા અજીજ ખેરાડા ના પુસ્તક “એકાંતની અભિવ્યક્તિ”નું ચેતનભાઈ પટેલ (પ્રમુખ ખેડા જિલ્લા પત્રકાર પરિષદ )ના અધ્યક્ષ સ્થાને વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે જવાહર નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલ અનિલ કાંબલે મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર દાઉદભાઈ ખેરાડા( એક્સ ડી.એચ.ઓ અમદાવાદ વાળા )ઉપસ્થિત રહ્યા હતા કઠલાલના બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ રાવલ તેમજ તાલુકાના તમામ કવિ ઓ તેમના કુટુંબીજનો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પધારેલા સૌ કવિઓએ પોતાની કૃતિઓ સુંદર રીતે રજૂ કરી હતી અધ્યક્ષ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં તેઓએ પોતાના જીવનના સારા નરસા પ્રસંગો નવલિકાઓ રેખાચિત્રો વગેરે સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે પોતાના જીવનની કારકિર્દી દરમિયાન તેમના દરેક સંભારણાઓને યાદ કરતી આ સુંદર પુસ્તિકા વિનામૂલ્યે દરેકને અર્પણ કરવામાં આવી આ પ્રસંગે તેમના કુટુંબીજનો દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમના અજીજ મિત્ર અને સહાધ્યાયી એવા કવિ હસમુખભાઈ શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું આ પ્રસંગે પધારેલ સૌ કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું પધારેલા સૌ મહેમાનોએ તેમનું જીવન દીર્ઘાયુ થાય તેમજ સમાજ ઉપયોગી વધુ ને વધુ માર્ગદર્શન આપતા રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અઝીઝ ખેરાડા એ પધારેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ પુસ્તક વિમોચનનું સમગ્ર કાર્ય હસમુખભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું

