Gujarat

બોડેલી તાલુકાના ચાચક ગામ પાસે  રોડ પર રેલ્વે ગરનાળાનો શેડ ધરાસઈ થઈ થતાં અવર જવર બંધ થતાં રહીશો ને હાલાકી     

બોડેલી તાલુકા ના ચાંચક ગામ જતા માર્ગ પર રેલ્વે ગરનાળા પર બનાવવામાં આવેલો સેડ ધારાસઈ થઈ જતાં માર્ગ બંધ થતાં ગ્રામજનો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
   બોડેલી છોટાઉદેપુર રોડ પર સ્વામિનારાયણ મંદિરે સામે  થી ચાચક ગામ જવા ના માર્ગ પર રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળા પર નો સેડ તા ૧૦ જૂલાઇ ના રોજ બોડેલી તાલુકા માં ભારે વરસાદ ને  કારણે શેડ ની દીવાલ ધરાસઈ થઇ જતા શેડ ગરનાળા માં પડતા  અને ગરનાળા માં પાણી ભરાતા ચાચક જવાનો માર્ગ બંધ થઇ ગયો છે . આજે પાચ દિવસ નો સમય વીત્યા બાદ પણ ગરનાળા નું સમાર કામ કરવામાં ન આવતા . ગ્રામજનો   અવર જવર કરવામાં  ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ૨૪૦૦ ની આસપાસ વસ્તી ધરાવતા ચાંચક ગામ ના રહીશો ને અવાર નવાર ખેતી કામ અર્થે અથવા કામ કાજ અર્થે અવાર નવાર રેલવે ગરનાળા માંથી પસાર થવું પડતું હોય છે. ગરનાળું બનાવ્યા બાદ રેલવે દ્વારા તેનાથી પડી રહેલી તકલીફની કોઈ રજૂઆત સાંભળવા નથી આવતા છેવટે ગ્રામ જનો ને હેરાન થવું પડે છે તેવી બૂમો ઉઠવા પામી હતી . ગરનાળું  બંધ થતાં . ત્યાં ના રહીશો ને બોડેલી   ફરીને જવું પડતું હોવાથી હાલાકી નો સામનો કરવો પડે છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે ગરનાળા નું સમાર કામ કરવામાં આવે તેમ આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી  છોટા ઉદેપુર

IMG-20220715-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *