બોડેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાત નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાનમાં એક દુકાન અને એક મકાનમાં ચોરીની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યોછે. ઉચાપાન પંથકમાં અવાર નવાર ચોરીની ઘટનાઑ સામે આવતી રહે છે જેથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉચાપાનમાં પેટ્રોલપંપ ની સામે રણજીતભાઈ રાઠવા ની અનાજ કરિયાણા ની દુકાન માં પાછળના ભાગે આવેલી લોખંડ ની બારી તોડી અંદર પ્રવેશી ચોરી કરી અને ટાવર પાસે પઠાણ મજીદખાન ના ઘરમાં શિક્ષકના બંધ મકાનમાં તસ્કરો તાળુ તોડી ઘર સમાન વેર વિખેર કરી ચોરી કરી ગયા ની ઘટના સામે આવી છે એક જ દિવસમાં શિક્ષક ની રોકડ રકમ અને સોના ચાડી દાગીના અને પેટ્રોલ પંપ ની સામે આવેલી મુખ્ય રોડ ઉપર અનાજ કરિયાણાની દુકાન માં પણ રોકડ રકમ ની ચોરી થતા ગ્રામજનો મા રોષ જોવા મળ્યો હતો.. એકજ રાત માં બે જગ્યા એ ચોરી ની ઘટના બની અને બાજુમાં આવેલી દુકાન રોયલ ટ્રેડર્સ માં પણ તસ્કરો એ પાછળના ભાગે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો જેથી વધુ એક વાર ઉચાપાન વિસ્તાર માં ચકચાર મચી ગયો હતો.દુકાન માં થયેલી ચોરી ની ઘટના સી.સી.ટીવી માં પણ કેટલાક દ્રશ્યો કેદ થયા હતા તેમાં પાંચ માણસો દ્રશ્યમાન થાય છે જે તમામ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી છે
આ ઘટના ના સંદર્ભમાં તાલુકા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ તેમજ ઉચાપાન ગામના આગેવાનો દ્વારા ઉચાપાન ખાતે પોલીસ આઉટ પોસ્ટ ની માંગણી અને રજૂઆત કરવામાં આવી છે જે એટલા માટે જરૂરી બની જાય કેમકે ઉચાપાન ગામ ની એક કિલોમીટર માં અંતર માં જ પાવી જેતપુર પોલીસ સ્ટેશન ની સરહદ આવેલી છે તથા બે કિલોમીટર ના અંતરે પંચમહાલ જિલ્લાની સરહદ આવેલી છે અને ઉચાપાન બોડેલી તાલુકા માં છેવાડે આવતું હોય બોડેલી પોલીસ સ્ટેશન વીસ કિલોમીટર દૂર હોવાથી પોલીસ ને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેથી આઉટ પોસ્ટ બને તેવી ગ્રામજનોએ માંગ કરી છે
અગાઉ પણ ઉચાપાન ખાતે નાની મોટી ચોરી ની ઘટનાઑ સામે આવી છે અને આ વખતે પણ બે જગ્યા એ ચોરી થઈ છે અને ત્રીજી જગ્યા એ ચોરી થતી થતી રહી ગઈ છે. હવે આ ઘટના બાદ તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થાય અને આઉટ પોસ્ટ માટેની રજૂઆત ને પ્રાથમિકતા આપી ઉચાપાન ખાતે વહેલી તકે આઉટપોસ્ટ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


