બોડેલી તાલુકાના જબુગામ પંથકની સીમમાંથી પસાર થતી સુખી માઇનોર કેનાલ ઓવર ફ્લો થતા જબુગામ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ ખેતરમાં ઘઉં તેમજ પશુઓ માટે ઘાસચારો વાવેતર કરેલ છે તો કેટલાક ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું છે પરંતુ કેનાલ ઓવરફ્લો થતાં સમગ્ર ખેતરો બેટમાં ફેરવાઈ જતા ધરતીપુત્રોને આર્થિક ફટકો પડ્યો છે જબુગામ વિસ્તારમાં આવતી સુખી સિંચાઈની માઇનોર કેનાલમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળે છે કેનાલ નું રીપેરીંગ કામ પણ કરવામાં આવતું નથી ત્યારે આ વિસ્તારની કેનાલ અનેક વાર ઓવરફ્લો થતી જોવા મળે છે જેથી ખેડૂતોને રોવાનો વખત આવતો હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ નક્કર કામગીરી ન કરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે ખેડૂતો દ્વારા સુખી સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જબુગામ પંથકમાંથી પસાર થતી સુખી સિંચાઈની માઇનોર કેનાલ આ વિસ્તારના ગામોના ખેડૂતોની અનેક હેક્ટર જમીન સિંચાઈના પાણીથી વંચિત છે તો સિંચાઈનું પાણી મળતું હોત તો ખેડૂતો ખરીફ પાક લઈ શક્યા હોત ત્યારે અચાનક જ બિલ વર્ષે બાવો બોલ્યો હોય તેમ પાણી કેનાલનું રીપેરીંગ કર્યા વગર જ છોડવામાં આવતા ખેડૂતોના વાવેતર કરેલા ઘઉં તેમજ ઘાસચારાના વાવેતરને પણ નુકસાન પહોંચ્યું છે રાજ્ય સરકાર કહે છે ખેડૂતોને ગામડે ગામડે સિંચાઈનું પાણી મળશે અને ખેડૂતોની આવક બમણી થશે ત્યારે માઇનોર કેનાલમાં ઝાડી ઝાંખરા સહિત બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે તો હલકી ગુણવત્તા થી બનાવેલ કેનાલનું કેટલીક જગ્યાએ અસ્તિત્વ જોવા મળતું નથી જેથી કેનાલો ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા જબુગામના ખેડૂતો ખેતી વ્યવસાય કરે છે ત્યારે ઘઉં સહિતના પાકનું વાવેતર કરેલ હતું પરંતુ કેનાલ ઓવરફ્લો થતાં ખેતરની અંદર પાણી ફરી વળ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


