Gujarat

બોડેલી તાલુકાના બામરોલી ગામની દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી બેંકમાંથી રૂપિયા ઉપાડીને ઘરે જતા રસ્તામાં આંખમાં મરચું નાખીને રૂ.2,01,400ની ચિલ ઝડપ કરીને ભાગતા લૂંટારાને પ્રમુખ અને મંત્રીએ ભાથ ભીડીને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

છોટા ઉદેપુર જીલ્લાની આર્થિક રાજધાની બોડેલી ખાતેની ધી સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકમાં આજે બપોરના લગભગ ત્રણેક વાગ્યાના અરસામાં બામરોલી ગામની દૂધ મંડળીના પ્રમુખ રમેશભાઇ બારીયા તેમજ મંત્રી મગનભાઈ બારીયા પશુપાલકોના દૂધના રૂપિયા ઉપાડવા આવ્યા હતા. રૂપિયા ઉપાડીને પરત બામરોલી જતાં હતાં, ત્યારે બામરોલી ગામના ગરનાળા પાસે પાછળથી આવી રહેલા એક યુવાને આ રસ્તો ક્યાં જાય છે ? તેમ પૂછી પ્રમુખ મંત્રીને ઊભા રાખ્યા હતા. મોટર સાયકલ ચલાવી રહેલા પ્રમુખની આંખમાં મરચું નાખી રૂપિયા ભરેલી થેલી લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પ્રમુખ રમેશભાઈ બારીયાએ અને મંત્રી મગન બારીયાએ લૂંટારા સામે બાથ ભીડી હતી, પરંતુ લૂંટારાએ થેલી આપી ન હતી. બૂમાબૂમ કરતા નજીકમાં ફેકટરીમાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા અને લૂંટારાને ઝડપીને બોડેલી પોલીસ મથકે લઇ આવ્યા હતા અને પોલીસને હવાલે કર્યો હતો.બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી બામરોલી દૂધ મંડળીના · પ્રમુખ રમેશભાઇ બારીયા અને મંત્રી મગનભાઈ બારીયા લૂંટારા યુવાનને બોડેલી પોલીસ મથકે લઇ આવ્યા બાદ પૂછપરછ કરતા તેને પોતાનું નામ સંદીપ લક્ષ્મણભાઈ બારીયા, છાણ તલાવડા ગામમાં પટેલ ફળિયામાં રહેતો હોવાનું જણાવ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. આ લૂંટારાને પકડીને બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *