પ્રાપ્ત વિગત અનુસાર બોડેલી તાલુકાના જોજવા ગામે રહેતા પ્રકાશભાઈ બારીયાનો પુત્ર જયેશ બારીયા (ઉ.વર્ષ ૧૯) આજે સવારના સમયે તેઓની બાઈક લઈ જોજવા પેટ્રોલ પંપ પાસે આવેલ ખેતરે જવા માટે નીકળ્યા હતા તતે દરમિયાન સૂર્યાઘોડા ગામ પાસે ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક જયેશભાઈ ફગોડાઈ રોડ પર પટકાતા તેઓને માથાના તેમજ શરીર ના અન્ય ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી ટ્રક લઈ ચાલક ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે
બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે
આ ઉપરાંત કુટુંબી સભ્યએ બોડેલી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


