મકાનમાંથી સોના ચાંદી ના દાગીના સહિત 1,85 લાખનો હાથ ફેરો કરી ચોરો થયા રફુચક્કર
ઘરમાં ચોરી કરી એ જ ઘરમાં ચા બનાવીને પીધા પછી હાથ સાફ કરતા તેઓ ની હિંમત ની પણ દાદ આપવા જેવી છે
બોડેલી નર્મદા કેનાલ પાસે ના ઝાંખરપુરા ગામ માં આવેલ વ્રજ ભુમિ સોસાયટી સામે 1લાખ 85 હજારની ચોરી કરી ચોરો રફુ ચક્કર થયાનો બનાવ સામે આવ્યો છે ગીરધરલાલ શર્મા નુ મકાન પાછલા દોઢ મહિના થી બંધ હતુ જેનો લાભ લઈને તસ્કરોએ ચોરી કરીને રફુ ચક્કર થયા હતા ત્યારે અંદાજિત આજથી દસ દિવસ પહેલા મકાનના પાછળના ભાગમાંથી તસ્કરો બારીના સળિયા કાપીને ઘરમાં ઘૂસીને દાગીના રોકડ રકમ એલઇડી સહિત એક લાખ 85 હજાર ના મુદ્દા માલ ની ચોરી કરી ચોરો રફુ ચક્કર થઈ ગયા હતા ત્યારે ઘર માલિક દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


