છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ સી. એરા. સૌ ખાતે મધ્યપ્રદેશ ના અલીરાજપુર તાલુકા ના બોરકુવા ગામની એક મહિલા ને તારીખ ૨૦ સાપ્ટેમ્બર ના રાજ પ્રસુતિ થઈ હતી. રાજ્ય સરકાર ની ખિલખિલાટ સેવા દ્વારા પ્રસુતિ થયેલ માતા અને બાળકને ની:શુલ્ક ઘરે મુકવા જવાની વ્યવસ્થા ખિલખિલાટ સેવામાં કરવામાં આવેલી હોય છે. તારીખ ૨૨ સપ્ટેમ્બર ના રોજ પ્રસુત માતા અને નવજાત શિશુને બજાવતા જબુગામ ખિલખિલાટ સેવા પર ફરજ બજાવતા કૅપ્ટન ફિરોજભાઈ અનવરભાઈ મિર્જા છોટાઉદેપુર મુકવા માટે ગયા હતા લાભાર્થી મોબાઇલ ભૂલી ગયા હતા ત્યારે લાભાર્થી નો મોબાઈલ ફિરોજ ભાઈ એ લાભાર્થી ના સબંધી ને પોતાનો મોબાઈલ નંબર આપી ને જણાવ્યું કે તમારો મોબાઈલ સાચવી ને મૂકી દીધો છે તમે જયારે પણ આવો ત્યારે તમારો મોબાઈલ લઇ જવો ત્યાર પછી ૧૩ દિવસ સુધી લાભાર્યાં નો મોબાઈલ સાચવી રાખ્યો હતો અને રોજ લાભાર્થી ના સબંધી મૉબાઈલ લેવા માટે આવ્યા ત્યારે તેમને જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર થીઆસરે ૧૫ થી ૧૭ હજારની કિંમત મોબાઈલ સુપ્રત કરી પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


