વિજ્યાદશમી પર્વ સાથે પરંપરાગત રીતે જોડાયેલા ફાફડા-જલેબી અને ચોળાફળીની મન ભરીને લહેજત માણે છે.
આ વર્ષે પણ ફાફડા – જલેબી અને ચોળાફળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમ વેપારીઓ જણાઈ રહ્યા છે
બોડેલી નગર ના સ્વાદના રસિયાઓ પરંપરા અનુસાર ફાફડા-જલેબી આરોગવાનું ચુકશે નહીં અને જિલ્લામાં લોકો મન મુકીને લહેજત માણી હતી બોડેલી માં વિજ્યાદશમી એટલે કે દશેરાની આનંદ-ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
જેમાં શહેરીજનો દ્વારા વિજ્યાદશમી પર્વ સાથે પરંપરાગત રીતે જોડાયેલા ફાફડા-જલેબી અને ચોળાફળીની મન ભરીને લહેજત માણે છે. બોડેલી શહેરમાં આવેલી સ્વીટ ફરસાણાની દુકાનો ઉપરાંત દશેરાના દિવસ પુરતાં ઉભા કરાયેલા ખાનગી સ્ટોલ્સ, લારી-ગલ્લા વગેરે દ્વારા ફાફડા, ચોળાફળી અને જલેબીનો મોટાપાયે વેપાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે ફાફડા જલેબી ચોળાફળી ખાઈને બોડેલી વાસીઓ દશેરાની ઉજવણી કરે છેબોડેલીમાં સરેરાશ લાખો રૂપિયાના ફાફડા, ચોળાફળી અને જલેબી શહેરીજનો ઝાપટી જશે આમ બોડેલી વાસીઓ દશેરાના પાવન પર્વના દિવસે ફાફડા – જલેબી ની મજા માણી ને હર્ષોલ્લાસ સાથે દશેરાની ઉજવણી કરે છે
ઈમરાન મનસુરી બોડેલી છોટા ઉદેપુર


