Gujarat

બોડેલી ના જબુગામ પાસે હાઈવે પર  ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક બાજુના ખાડામાં ખાબકી

બોડેલી પાવી જેતપુર હાઈવે નંબર 56 પર જબુગામ બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે ટ્રક ખાડામાં ખાબકી હતી
ટ્રક ચાલક અને કંડકટર ને ઇજાઓ થતા બંને ના આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તરફથી બોડેલી તરફ મકાઈ ભરીને જતી ટ્રક પૂરઝડપે જય રહી હોય જબુગામ સ્ટેન્ડ નજીક પસાર થતા ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નજીકના ખાડામાં ખાબકી હતી અને ૩ થી ૪ ગુલમટા ખાઈ ગઈ હતી જેમાં ટ્રક ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ડ્રાઈવરને કંડકટરને સામાન્ય ઇજા થતાં નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
બોડેલી થી જબુગામ હાઇવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ખખડધજ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે લોકોની માંગ છે કે વહેલી તકે હાઇવે રોડને નવેસરથી બનાવવામાં આવે જેથી કરીને વારંવાર અકસ્માતના બનાવો અટકી શકે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220420-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *