બોડેલી તરફથી કવાટ તરફ જઈ રહેલા પિતા-પુત્ર હુડાઈ કાર બોડેલીના મોડાસર પાસે ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ ઘટના સ્થળે પિતા-પુત્રના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
અમદાવાદ ખાતે રહેતા ઇલેક્ટ્રોનિક ના વેપારી પ્રકાશભાઈ તેમના પુત્ર સાથે કવાંટ તરફ જઈ રહ્યા હતા ત્યારે બોડેલીના મોડાસર અને લોઠણ પાસે ગંભીર અકસ્માત સર્જાતા પિતા-પુત્રના ઘટના સ્થળે મોત નિપજયા હતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા હુન્ડાઈ કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી જેમાં કારનો ખુરદો બોલી ગયો હતો અને પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત નિપજયા હતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ડેડ બોડી ને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


