Gujarat

જૂનાગઢ જિલ્લામાં પીએમ કીસાન યોજના હકકપત્રકના નવા ફેરફાર અંગે AIMIM પાર્ટી દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી,, 

માંગરોળ,,,, કેન્દ્ર સરકારની પીએમ કીસાન યોજનામા ખેડુતોને વાર્ષિક રૂ.૬,000/– ની રોકડ આર્થિક સહાય આપવાની યોજના દેશમા અમલી બનાવાયેલ છે.આ યોજના અમલી બનાવ્યા બાદ ગુજરાત અને ખાસ કરીને જુનાગઢ જીલ્લામા ખેડુતોના મૃત્યુના કીસ્સામા હકકપત્રકે દાખલ કરવામા આવતી વારસાઈ નોંઘો અને હયાતીમા હકક દાખલની નોંધોથી નોંધાતા નવા ખેડુતોના નામો પીએમ કીસાન યોજના પોર્ટલમા અપડેટ થતા ન હોવાને કારણે આવી ફેરફાર નોંધોથી બનેલ નવા ખેડુતો આ પીએમ કીસાન યોજનાની મળવાપાત્ર રોકડ આર્થિક સહાયના ફોર્મ ભરી શકતા નથી અને આ યોજનાના લાભથી વંચિત રહેતા હોવાથી આ સમસ્યાના નિવારણ માટે પીએમ કીસાન યોજના પોર્ટલમા હકકપત્રકની નવી ફેરફાર નોંધોની અસર આપી પોર્ટલને અપડેટ કરવા અને સમયાંતરે આવી ફેરફાર નોંધોની અસર આપવા જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને નવા નોંધાયેલા ખેડુતોને આ યોજનાનો લાભ અપાવવા જરૂરી કાર્યવાહી માટે અસુદુદીન ઓવેશીની પાર્ટી એઆઈએમઆઈએમના જુનાગઢ જીલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલએ કેન્દ્ર કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજય કક્ષાના કૃષિ મંત્રી પરસોતમ રૂપાલા, સાંસદ રાજેશ ચુડાસમા, રમેશભાઈ ધડુક, રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ૮૮–માંગરોળ-કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજયના પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ તથા ૮૯માંગરોળ–માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ વાજા,જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ  સહીતનાઓને પત્ર પાઠવી આ યોજનાથી વંચિત રહેતા રાજયના ખેડુતોના હીતમા પત્ર પાઠવી માંગ કરી છે…
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *