આઝાદી કા અમૃત મહોત્સવને લઈને છોટાઉદેપુર જિલ્લામાં ઠેરઠેર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે
અને બોડેલી સહિત જિલ્લાના અનેક જગ્યાઓ પર તિરંગા યાત્રા આન બાન અને શાન સાથે કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં બોડેલી તાલુકાના મુસ્લિમ બિરાદરો યુવાનો આગેવાનો સાથે મુસ્લિમ ધર્મગુરુ પણ ત્રિરંગા યાત્રામા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ,
બોડેલી નગરમાં બાઇક રેલી સાથે નીકળેલી તિરંગા યાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું, હતું
બોડેલી ના ઢોકલીયા વિસ્તાર થી લઇ બોડેલી નગર મા રહી એસ.ટી ડેપો સુધી ત્રિરંગા યાત્રા નીકળી હતી
સમગ્ર બોડેલી નગરમાં દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


