બોડેલી ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ પ્રાથમિક શાળા માં દીકરી ના હાથે ધ્વજારોહણ
આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ના 76 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી આન ,બાન અને શાનથી કરવામાં આવી. બોડેલી તાલુકામાં માં ધોરણ 12 માં પ્રથમ નંબર અને છોટાઉદેપુર જિલ્લા માં દ્વિતિય નંબર મેળવેલ મનસુરી પિંજરા રુહીન બેન આરીફભાઈ દ્વારા કરવામાં આવ્યું.ધોરણ 10 માં પ્રથમ આવેલ ઘાંચી ફરેહા અને જિલ્લા માં તૃતિય નંબર મેળવનાર કુરેશી જોફિન દ્વારા હર ઘર તિરંગા સંદર્ભે રમતોત્સવ માં નંબર મેળવેલ રમતવીરો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.સ્વતંત્રતા દિવસે મહિલા શસક્તિકરણ નો સંદેશ આવવામાં આવ્યો.પ્રથમ નંબર મેળવેલ રુહીન બેન દ્વારા વિદ્યાર્થીઓ ને ખૂબ મહેનત,ભવિષ્ય ના લક્ષ્ય સાથે કરવાની અને શાળા માં સ્વચ્છતા રાખવાની સલાહ આપી.આ તકે કેળવણી મંડળ,ગામ ના અગ્રણીઓ હાજર રહી આ પર્વ ની ઉજવણી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


