Gujarat

બોડેલી હાલોલ નેશનલ હાઇવે રોડ ની હાલત દયનિય પાછલા ઍક વર્ષ થી રોડ ઉબડ ખાબડ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં         

મધ્ય ગુજરાત નુ સુપ્રસિધ્ધ યાત્રા ધામ પાવાગઢ થી વલ્ડ ફેમસ સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા  હાલોલ બોડેલી નેશનલ હાઇવે રોડ ની હાલત દયનિય પાછલા ઍક વર્ષ થી રોડ ઉબડ ખાબડ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં
        હાલોલ બોડેલી નેશનલ હાઇવે રોડ પાછલા એક વર્ષ થી અત્યંત ખરાબ થઈ ગયો છે અને ઉબડ ખાબડ રોડ ને લઈ આ રોડ ઉપર રોજે રોજ અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે તેમજ કેટલાક લોકો ના હાથ પગ તૂટતા હોય છે અને ગંભીર જાઓ પહોંચતી હોય છે જે માટે ક્યાંક ને ક્યાંક આ ભંગાર અને ઉબડખાબડ રોડ જ જવાબદાર છે કારણ કે હાલોલ થી લઈ બોડેલી સુધીના 42 કિ.મી ના અંતરમાં સેકડો ખાડા અને જ્યાં જુઓ ત્યાં પડી ગયેલા લિસોટા જવાબદાર છે   બોડેલી  હાલોલ રોડ મધ્ય ગુજરાતનું સૌથી મોટું અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તેમજ વર્લ્ડ ફેમસ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો મુખ્ય માર્ગ છે જેથી પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન આવતા ભાવિક ભક્તો કે જેઓ રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ગુજરાત અને કાઠીયાવાડ તેમજ સૌરાષ્ટ્ર તરફથી અત્રે પાવાગઢ દર્શન કરવા માટે આવતા હોય છે અને ત્યાંથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ તરફ જતા હોય છે આ પ્રવાસીઓને પાવાગઢ થી લઈ બોડેલી સુધીના 35 કિ.મી ના અંતરમાં ઉબડખાબડ રસ્તા ને લઇ ઍક થી દોઢ કલાક લાગે છે પાવાગઢ થી લઈ સરદાર સરોવર પહોંચતા તેઓને અઢીથી ત્રણ કલાકનો સમય લાગે છે
     હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર શિવરાજપુર ની આસપાસ તેમજ જાંબુઘોડા ની આસપાસ ના આ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા અને સામ્રાજ્ય છે જેને લઇ રોજે રોજ અનેક નાના મોટા અકસ્માતો બનતા હોય છે ત્યારે આ રોડ પરથી પસાર થતા  વાહનચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ રોડને બનાવવામાં આવે જેથી કરીને આકસ્માત ન થાય અને કોઈ નિર્દોષ માણસ ભોગ ન બને
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220823-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *