Gujarat

ભરૂચમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, પેટ્રોલપંપ પર ૬ શખસો દ્વારા ૨ કર્મચારીને ઢોરમાર માર્યોની ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ
ભરૂચ જિલ્લામાં ફરી એવા બનો સામે આવવા લાગ્યા છે જેમાં લુખ્ખાતત્વો બેફામ બની ગયા હોય અને પોલીસ અને કાયદા ની બીક ના રહી હોય તેવી ઘટના સામે આવી છે, વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર લુખ્ખાગીરીનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. પેટ્રોલ ભરાવવા મુદ્દે કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા બાદ છ શખસે બે કર્મચારીને ઢોરમાર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લુખ્ખાગીરીનાં દૃશ્યો પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. પેટ્રોલપંપ પર સીસીટીવીમાં લુખ્ખાગીરીનાં જે દૃશ્યો કેદ થયાં છે એ અત્યંત ડરાવનારા છે. આરોપીઓને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે આતંક મચાવતા જાેવા મળ્યા હતા. ૬ મિનિટ સુધી આખા પેટ્રોલપંપને બાનમાં લઈ આતંક મચાવનારા લુખ્ખાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવીના આધારે ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. ભરૂચ ના વાલિયા-નેત્રંગ રોડ પર જલરામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલપંપ આવેલો છે. અહીં વિજય વિકટર વસાવા અને મિત્રકુમાર પટેલ સહિતના અન્ય કર્મચારીઓ રાત્રિના સમયે ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે એક એક્ટિવાચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, જેણે પ્રથમ ૧૫૦ રૂપિયાનું અને બાદમાં ૧૩૦ રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહેતાં વિજય વસાવાએ રકમ નક્કી કરવા કહ્યું હતું, જેથી એક્ટિવાચાલક ઉશ્કેરાયો હતો. પંપ પર ફરજ બજાવી રહેલા વિજય અને મિત્ર પટેલ સાથે મારામારી કરી જતો રહ્યો હતો. એક્ટિવાચાલક બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો, પરંતુ રાત્રિના ૧૨ વાગ્યે વિજય અને મિત્ર પટેલ સહિતના કર્મચારીઓ કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જ છ શખસ લાકડાના સપાટાઓ લઈને આવી પહોંચ્યા હતા. એને જાેઈ ડરી જતાં વિજયે કેબિનમાં સંતાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, લાકડાના સપાટાઓ સાથે ધસી આવેલા શકસો કેબિનમાં ઘૂસ્યા હતા અને વિજય પર તૂટી પડ્યા હતા.

At-the-petrol-pump-six-men-beat-two-employees.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *