Gujarat

વેરાવળ નોકરી કરતા રેલ્વે કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી

રાજકોટ
રાજકોટ શહેરમાં વ્યાજખોરીના દુષણ માં વધારો થતા જણાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દ્વારા ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી તેમ છતા પણ વેરાવળ નોકરી કરતા રેલ્વે કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા રેલ્વે પોલીસે પુત્રની ફરિયાદ પરથી મરવા મજબુર કરવા તેમજ મનીલેન્ડ એક્ટ હેઠળ રાજકોટના રેલ્વે કર્મચારી સહીત ૪ સામે સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ભારતીનગરમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મયુરભાઈ ઉર્ફે મિહિર અનિલભાઈ મકવાણા ઉ.વ.૧૯ એ રેલ્વે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતા અનિલભાઈ મનજીભાઈ મકવાણા ૨૦૧૬ થી વેરાવળમાં ઇલેક્ટ્રિક મિકેનિક તરીકે નોકરી હોવાથી તેઓ રોજ અપડાઉન કરતા હતા. મારા પિતાના ફોનમાંથી ફોન આવ્યો હતો અને રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૩ ઉપર આવવાનું કહેતા ત્યાં જઈને જાેતા મારા પિતાએ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું પોલીસે કહેતા મેં લાશ ઓળખી બતાવી હતી. દરમિયાન તેમના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. નિયમિત વ્યાજ ચુકવ્યું હતું પરંતુ મારા માં-બાપની તબિયત ખરાબ થતા વધુ ખર્ચ થઇ જતા દોઢ વર્ષથી વ્યાજ ચૂકવી શક્યા નહી હોવાથી આ વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કંટાળીને આ પગલું ભરું છું આ બધાને કડકમાં કડક સજા થાય તેવું ઈચ્છું છું પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધી ચારેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ચાર વર્ષ પૂર્વે પૈસાની જરૂરિયાત ઉભી થતા જૂનાગઢના નિવૃત રેલકર્મી જાેરાવરસિંહ ગોરખસિંહ જાડેજા પાસેથી અઢી લાખ ૫ ટકે લીધા હતા જેના ૫.૬૨ લાખ માંગે છે, રાજકોટ કોઠી કમ્પાઉન્ડમાં રહેતા રેલકર્મી મુકેશ ડાભી પાસેથી સાડા ત્રણ લાખ ૬ ટકે લીધા હતા તેના ૭.૩૪ લાખ માંગે છે. ભગવતીપરામાં રહેતા ભાવેશગીરી નટવરગીરી ગોસ્વામી પાસેથી ૬૦ હજાર ૧૦ ટકે લીધા હતા તેના ૨.૩૦ લાખ માંગે છે અને કેવડાવાડીમાં રહેતા સ્મિતરાજ હરેશસિહ જાડેજા પાસેથી ૧૮ હજાર ૧૦ ટકે લીધા હતા તેના ૧.૨૦ લાખ માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *