ભરૂચ
સમગ્ર વિશ્વમાં ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ઉજવાતો હોઈ છે. ત્યારે તારીખ ૧૬ ઑક્ટોબરે રોટરી ક્લબ ઓફ ભરુચ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરુચ દ્વારા આઈએમએ ભરુચના સંયુક્ત ઉપક્રમે સ્તન કેન્સરની જાગૃતિ માટે પિંક એ રોટાથોન- ૫ કિલોમીટર મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં ૨૬૦ જેટલી મહિલાઓએ ઉત્સાહભેર જાેડાઈ હતી. આ મેરેથોન દોડને રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ, ક્લબના સેક્રેટરી ઉક્ષીત પરીખ અને ઇવેન્ટ કો-ચેરમેન કિશોર શાહદાદપૂરી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ હતી. સાથે સાથે મહિલાઓ માટે સ્તન કેન્સર સેમિનાર યોજી આઈએમએ ભરૂચના પ્રમુખ ડો પલક કાપડિયા દ્વારા જાગૃત કરવામાં આવ્યાં હતા. એચસીજી કેન્સર હોસ્પિટલ વડોદરા અને એસટીએન વોટર દ્વારા ઇવેન્ટ ને સ્પોનસર કરવામાં આવી હતી.


